Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : માધાપરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના માધાપર વિસ્તારના રહેણાંક મકાનમાંથી એ ડીવીઝન પોલીસે ૨૨ બોટલ વિદેશી દારૂ સાથે એકને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એ ડીવીઝન પીઆઈ આર.જે. ચૌધરી અને પીએસઆઈ એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ ની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો રૈયાભાઈ ટોટા રહે. ન્યુ રેલ્વે કોલોની નવલખી રોડ અને સાહિલ હિતેશ વાણંદ રહે. માધાપર શેરી નં ૨૨ વાળા મળીને સાહિલ હિતેશ વાણંદના માધાપર ખાતેના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોય

જે બાતમીને આધારે પોલીસની ટીમે દરોડો કરી મકાનમાંથી ૨૨ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૬૬૦૦ મળી આવતા મુદામાલ કબજે લઈને આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો રૈયાભાઈ ટોટાને ઝડપી લીધો છે જયારે આરોપી સાહિલ હિતેશ વાણંદ હાજર ના મળી આવતા તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat