



મોરબીના નજરબાગ વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોય જે બાબતે પાડોશી સમજાવવા જતા ત્રણ શખ્શોએ બે યુવાનને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના સિંધાવદરના રહેવાસી સંજય પ્રેમદાસ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકની ગાંધી સોસાયટીમાં રહેતા પ્રભાબેન અને તેના પતિ સાથે બોલાચાલી થઇ હોય જેથી ફરિયાદી સંજયભાઈ અને સાહેદ રાજેશભાઈ પ્રભાબેનનાં ઘરે સમજાવવા ગયા હતા
ત્યારે આરોપી જેન્તીભાઈ સોલંકી, ભરતભાઈ જેન્તીભાઈ સોલંકી અને કલ્પેશ જેન્તીભાઈ સોલંકી રહે ગાંધી સોસાયટીવાળા પિતા-પુત્રો શું લેવા ડખ્ખો કરો છો કહીને બંને યુવાનને લાકડી વતી માર મારી ઈજા પહોંચાડી છે બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.



