Billboard ad 1150*250

મોરબી : મેડીકલ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

0 130
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના રંગપર ગામ નજીકથી ડિગ્રી વગર ભક્તિ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

 મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સુચના હેઠળ મોરબી જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક  ચલાવતા ઈસમોને શોધી કાઢવા માટે મોરબી એસ.ઓ.જી. ટીમને સુચના મળતા એસ.ઓ.જી પી.આઈ. એસ.એમ. સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રંગપર સરકારી દવાખાનાના ડોક્ટર દીપકભાઈ કાન્તીભાઈ મેશરિયાને સાથે રાખી મોરબી-જેતપર રોડ, સીયારામ કારખાના પાસે રંગપર ગામ નજીક ભક્તિ કલીનીક નામના દવાખાનામાં તપાસ કેટ ત્યાં કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ કે ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા કાલિદાસ વલ્લભભાઈ મારવાણીયા રહે-મૂળ સ્ટેશન રોડ માંણાવદર અને હાલ ઉમા ટાઉનશીપ રોયલ એપાર્ટમેન્ટ વાળો ભક્તિ કલીનીક દવાખાનામાં મેડીકલ પ્રેક્ટિસ કરી દર્દીઓને સારવાર કરી દવા આપી  તેમજ દવાખાનામા દવાનો જથ્થો તથા સાધનો કીમત રૂ.૫૬૪૯ રાખી મળી આવતા એસ.ઓ.જી ટીમે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 આ કામગીરી એસ.ઓ.જી સ્ટાફ શંકરભાઈ ડોડીયા,  કિશોરભાઈ મકવાણા અને ઇશ્વરભાઇ કલોતરા, ધર્મેન્દ્ર પટેલ,  ભરતભાઇ ડાભી તથા વિજયભાઈ ખીમાણીયા એ કરેલ છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat