


મોરબીના કંડલા હાઈવે પર આવેલ સિરામિકમાં રહેતો યુવાન મોટર સાઈકલ લઈને જતો હોય દરમિયાન ગાય સાથે અથડાતા ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના કંડલા હાઈવે પર આવેલ ઓસીસ સિરામિકમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સોગાલાલ દેવીલાલ મીણા (ઉ.૨૦) વાળા પોતાનુ મોટર સાઈકલ લઈને જતા હોય દરમિયાન લાલપર ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર નજીક પહોચતા ગાય રોડ પર આવી જતા તેની સાથે મોટર સાઈકલ અથડતા સોગાલાલને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રંગપર ગામે સિરામિકની ઓરડીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત
મોરબીના રંગપર ગામ નજીક આવેલ ઇટાલીકા સિરામિકમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ઇટલીકા દ\સિરામિક એકમમાં રહીને કામ કરતા ને મૂળ બનાસકાંઠાના વેડાલા ગામનાના શાંતિભાઈ રાયસિંગભાઈ ગોરામાં(ઉ.૨૨) વાળાએ પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.