Billboard ad 1150*250

મોરબી : કારખાનામાં છત પરથી પડી જતા ૩ વર્ષના બાળકનું મોત

0 202

મોરબીના લગધીરપુર રોડ પર આવેલ પેકેજીંગના કારખાનામાં ૩ વર્ષનું બાળક છત પરથી પડી જતા ઈજા તથા સારવાર માટે રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ પ્લસ પેકેજીંગ કારખાનામાં રહેતા આયુષ અશોકભાઈ રાઠોડ (ઉ.૩) ગત તા.૨૫-૦૫-૨૦૨૧ ના રોજ છત પરથી પડી જતા ઈજા થતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવ્યો હોય જ્યાં અમદવાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat