મોરબી: કાંતીનગર મસ્જીદ પાસે રીક્ષામાં ૭૦ લીટર દેશી દારૂ મળી આવ્યો

મોરબીમાં કાંતીનગર મસ્જીદ પાસે રીક્ષામાં ૭૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ મુદ્દે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ૭૦ લીટર દારૂ સાથે રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કરીને ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-ર કાંતીનગર મસ્જીદની બાજુમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે સી.એન.જી.રીક્ષા રજી.નં.GJ-36-U-4024 મળી આવી હતી. જ્યાં પોલીસે રીક્ષાની તલાશી લેતા  દેશી દારૂ લીટર ૭૦ જેની કિ.રૂ.૧૪૦૦/- મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશી દારૂના હેરફેરમાં કામમાં લેવાયેલ સી.અને.અસી. રીક્ષા નં. GJ-36-U-4024 વાળી જેની કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૪૧,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિ.કલમ-૬૫-ઇ,૯૮(૨) મુજબ ગુનો નોંધી આરોપી રિક્ષાચાલકને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat