Billboard ad 1150*250

મોરબી : લગ્નપ્રસંગમાં હાથફેરો કરતી ટોળકી સક્રિય, ૭.૧૧ લાખ ભરેલા દાગીનાની બેગ ચોરાઈ

0 532
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી નજીક લગ્નપ્રસંગમાંથી ૭.૧૧ લાખના સોનાના દાગીના ભરેલા થેલાની ચોરી

Post ad 2
Post ad 3

        હાલ લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે લગ્ન પ્રસંગમાં ઘૂસીને તસ્કરો પણ હાથફેરો કરી રહ્યા છે આવો જ કિસ્સો મોરબી નજીકના પ્રસંગમાં આજે બન્યો હતો જ્યાં લગ્નપ્રસંગમા વ્યસ્ત પરિવારજનોની નજર ચૂકવી તસ્કર ૭.૧૧ લાખની કિમતના દાગીનાનો થેલો સેરવી નાસી ગયો છે

        બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ફ્લોરા હાઉસના રહેવાસી ચમનભાઈ અંબારામ માલવાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આજે તેની દીકરી જીન્ક્લના લગ્ન ભરતનગર ગામ પાસેના ભરતવન પાર્ટી પ્લોટમાં યોજાયા હતા અને પરિવાર વિધિમાં વ્યસ્ત હોય અને હસ્તમેળાપ અને કન્યાદાન આપતી વેળાએ દીકરીને આપવાના સોનાના દાગીના ભરેલા બેગની તપાસ કરતા તે બેગ કોઈ અજાણ્યો ઇસમ સેરવી ચોરી કરી ગયો હતો

જે બેગમાં સોનાની ચાર બંગડી કીમત રૂ ૨,૨૨,૧૪૨ અને બે સોનાના પાટલા કીમત રૂ ૭૧,૭૧૯, સોનાનું બ્રેસલેટ કીમત રૂ ૪૨,૬૦૩, અન્ય બ્રેસલેટ કીમત રૂ ૩૧,૮૯૯, ચાંદીના દાગીના સહીત કુલ રૂ ૭,૧૧,૯૭૭ ના દાગીના ભરેલ હોય જે બેગ મળ્યું ના હતું અને અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોય તેવી ફરિયાદ નોંધાવી છે

મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે તો લગ્નપ્રસંગમાં હાથફેરો કરતી ટોળકી ફરી સક્રિય બની હોય ત્યારે લોકોમાં ભય ફેલાયો છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat