મોરબી : ધોરણ ૧૨ અર્થશાસ્ત્રના પેપરમાં ૬૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

 

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આજે અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં કુલ ૬૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં ગુજરાતી માધ્યમમાં ૬૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૬૮૫૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ અંગ્રેજી માધ્યમમાં તમામ ૧૫૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જીલ્લામાં કુલ ૭૦૧૫ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

Comments
Loading...
WhatsApp chat