મોરબી: રણછોડનગરમાં જાહેરમાં પત્તાં ટીચતાં ૪ શખ્સો ઝબ્બે

 

મોરબીમાં રણછોડનગરમાં જાહેરમાં પત્તાં ટીચતાં ૪ શખ્સોની મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ નવલખી રોડ પર પેટ્રોલિગમાં હતી. એ સમયે રણછોડનગર રવીરાજ ફ્લોરમીલની બાજુની જાહેર શેરીમાં આરોપી સૌકતઅલી શેરઅલી ધમાણી, હુસેનભાઇ નુરમામદભાઇ શેખ, કુલદીપસિંહ નરપતસિંહ રાણા, ભગીરથસિંહ પ્રવિણસિંહ રાણા પતા રમતા રંગ હાથ ઝડપાયા હતા પોલીસે રોકડા રૂપિયા ૫૧૮૦ ના મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat