મોરબી: લાઇટબીલના રૂપિયા બાબતે 3 શખ્સોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો

મોરબીમાં જોન્સનગર શેરી નં-૧૧ રોડ ઉપર લાઇટબીલના રૂપિયા બાબતે 3 શખ્સોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો અને તેના સાથે રહેલા અન્ય વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરવખરીના સામાનની તોડફોડ કરી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી સમુનભાઈ હશનભાઈ ભટ્ટીએ આરોપી મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટી, કાસમભાઈ બસીરભાઇ ભટ્ટી અને માજીદભાઈ બસીરભાઇ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,સમુનભાઈના પિતાએ આરોપી મોહશીનને લાઇટબીલના અડધા રૂપીયા આપવા બાબતે બોલાવી વાતચીત કરતા મોહશીન એક્દમ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલતો હતો. જેથીસમુનભાઈએ. ગાળો બોલવાની ના પાડતા મોહશીનએ લોખંડના પાઇપ વતી સમુનભાઈને માથાના ભાગે ફટકો મારી લોહિયાળ ઈજા કરી હતી ત્યાં કાસમ અને માજિદ આવી જતા તે બન્ને એ પણ સમુનભાઈ તથા સાહેદ હસનભાઇને ઢીકાપાટુનો મુંઠમાર મારી સમુનભાઈના મકાનમા રહેલ સામાન તથા ઘરવખરીના સામાનની તોડફોડ કરી નુકશાન કરી સમુનભાઈ તથા સાહેદ હસનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat