મોરબીમાં જુદા જુદા ૨ અકસ્માતમાં ૩ મોત ક્યાં થયા જાણો અહી

મોરબીમાં બે અકસ્માતમાં પ્રથમ બનાવમાં ફરિયાદી નીતિન અરજણ ભરવાડ રહે. મોરબી વાળાએ ફરિયાદ નોંધાવી છે કે જીવણ રૂડા ભરવાડ નામનો યુવાન પોતાના બુલેટ મોટરસાયકલ નં જીજે ૩૬ ડી ૦૯૭ લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતો હોય ત્યારે કુબેર ટોકીઝ નજીક ટ્રક નં જીજે ૧૨ એવાય ૯૮૨૮ ના ચાલકે તેના બુલેટને પાછળથી ઠોકર મારતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જયારે બીજા બનાવમાં ફરિયાદી કરશન જીણા ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સમયે તેના ભત્રીજા મોતી ભરવાડ અને વિશાલ ઉર્ફે વીરો ભરવાડ એ બંને બાઈક નં જીજે ૩ એચ એચ ૧૭૬૦ પર મોરબી જેતપર રોડ પરથી જતા હતા ત્યારે સામેથી પુરપાટ વેગે આવતા ટ્રક નં આરજે ૨૪ જીએ ૦૭૭૭ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારતા બંને યુવાન ફંગોળાઈ ગયા હતા જેમાં બંને યુવાનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આમ મોરબી વાંકાનેર અને મોરબી જેતપર રોડ પર સર્જાયેલા બે અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનના મોત નીપજ્યા છે. મોરબી બી ડીવીઝન અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat