Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમને એક વર્ષમાં ૨૯૭૧ કોલ મળ્યા, જાણો સમગ્ર વર્ષની કામગીરી વિશે…

વર્ષ ૨૦૨૧ માં ૨૯૭૧ કોલ મળ્યા જેમાં ૧૮૧ ટીમ મદદરૂપ બની

 

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષા આપવા અને મહિલાઓની સહાય માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન શરુ કરી હોય જે મહિલા હેલ્પલાઈનને વર્ષ ૨૦૨૧ માં મોરબી જીલ્લામાં ૨૯૭૧ કોલ મળ્યા હતા

જાન્યુઆરી ૨૦૨૧ થી ડીસેમ્બર ૨૦૨૧ દરમિયાન ૧૮૧ હેલ્પલાઈન ટીમને સલાહ-સૂચન, માર્ગદર્શન અને બચાવ માટે કુલ ૨૯૭૧ કોલ મળ્યા હતા જેમાંથી કુલ ૨૨૪૧ કોલમાં ટેલીફોનીક પરામર્શ કરીને સમસ્યાનું સમાધાન કે યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી તો ૭૩૦ કોલમાં મહિલાની સમસ્યાને ધ્યાને લઈને રેક્સ્યું વાન ઘટના સ્થળ પર મદદે દોડી ગઈ હતી

જે પૈકીના ૪૫૯ કિસ્સાઓમાં આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરીને સ્થળ પર સમસ્યાનું સમાધાન કરાયું હતું તો ૨૪૩ બનાવોમાં મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઈને અન્ય સંસ્થા સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા હતા જેવા કે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, આશ્રય ગૃહ, નારી અદાલત સહિતના સ્થળોએ લઇ જવામાં આવી હતી અને મહિલાઓ માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન ટીમ આશીર્વાદ સમાન બની રહી હતી

Comments
Loading...
WhatsApp chat