Billboard ad 1150*250

મોરબી : અલગ અલગ ચાર સ્થળે જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

0 226
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી સીટી અને મોરબી તાલુકા પોલીસની હદમાં અલગ અલગ ચાર સ્થળે જુગાર રમતા ૧૪ શખ્સોને ૧૦ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળે જુગારના દરોડા પાડ્યા હતા તેમાં પ્રથમ બનાવમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા ફારુકમિયા સિકંદરમિયા સૈયદ, ફારૂકભાઈ ઇકબાલભાઈ પાયક અને નારણભાઈ નરશીભાઈ કંજારિયાને રોકડ રકમ રૂ.૧૪૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હત તો બીજા બનાવમાં પારેખ શેરી રૂગનાથજી મદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા નાસીરભાઈ હાલીમભાઈ મંડલ, પારેભેજ ફૌજરાજમાન શેખ, સતીષભાઈ ચંદ્રકાંતભાઈ જોષી અને સંદીપસિંગ ભાનુંસિંગને રોકડ રકમ રૂ.૪૯૩૦ સાથે ઝડપી પાડ્યા હતા

તેમજ ત્રીજા બનાવમાં  લીલાપર રોડ સરકારી આવાસના બગીચામાં જાહેરમાં જુગાર રમતા વિશાલભાઈ જકસીભાઈ દેલવાણીયા, વનરાજભાઈ દીપકભાઈ સોલંકી અને અશોકભાઈ ધીરુભાઈ દેલવાણીયાને રોકડ રકમ રૂ.૧૭૮૦ સાથે ઝડપી પાડીને મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલીગ દરમિયાન નવા મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા અવચરભાઈ ભીખાભાઈ કોળી, રાયસિંગભાઈ ભીખાભાઈ ચૌહાણ, રતનનાથ હીરાનાથ બામણીયા અને નવઘણનાથ મીરખાનાથ બામણીયાને રોકડ રકમ રૂ.૨૪૦૦ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat