

૧૦૮ મોરબી ટીમ દ્વારા ઈમરજન્સી, અકસ્માત તેમજ પ્રસૃતિ જેવા કેસોમાં તાત્કાલિક સારવાર અને હોસ્પીટલે પહોંચાડવાની સેવા કરવામાં આવી રહી છે. મોરબી ૧૦૮ ટીમ અનેક કિસ્સાઓમાં સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ના હોય તેવી સ્થિતિમાં રોડ પર જ ડીલીવરી કરાવીને અનેક માતા અને શિશુના જીવ બચાવવામાં આવ્યા છે. મોરબી ૧૦૮ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૨,૩૪૮ ઈમરજન્સી કેસો નોંધાઈ ચુક્યા છે જે તમામ કેસોમાં ૧૦૮ ટીમે ત્વરિત રિસ્પોન્સ આપીને અનેક લોકોના જીવ બચાવવામાં નિમિત બની છે. તો તેવી જ રીતે ખીલખીલાટની કામગીરી પણ આવકારદાયક જણાઈ રહી છે. ગુજરાત સરકાર અને જીવીકે ઈ.એમ.આર.આઈ. ના સંયુક્ત પ્રયાસથી સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ સુધી નિશુલ્ક પહોંચાડી માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે ખીલખીલાટ સેવાને પણ મોરબીમાં સારો પ્રતિસાદ મળ્યો છે. મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૮૪૪ ડ્રોપ્સ કેસો નોંધવામાં આવ્યા છે અને આટલી માતાઓને સમયસર હોસ્પીટલે પહોંચાડીને સમયસર પ્રસૃતિ થઈ સકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.