108 ટીમે ચાલુ વરસાદે સ્થળ પર જ મહિલાને ડીલીવરી કરાવી

મળતી વિગત મુજબ ૧૦૮ ટીમને વહેલી સવારના લાલબાગમાં ફોન આવતા ડીલીવરી કેસ લેવા ધુંટુ ગામ હળવદ જવા નીકળ્યા હતા ત્યારે ધટના સ્થળે પહોચતા હળવદ રોડ પર જ ડીલીવરી કરવાની ફરજ પડી તો ૧૦૮ પાયલોટ સતીષભાઈએ રસ્તામાં ૧૦૮ ગાડીને આડી રાખી EMT અજયભાઈ ડાભીએ ચાલુ વરસાદમાં સરોડ પર જ ડીલીવરી કરાવી હતી.આ પ્રશાસનીય કામગીરી બદલ કોલર મનોજભાઈએ ૧૦૮ની ટીમની આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે જનલીબેન માપુભાઈને ડીલીવરી આવતા ખેતરમાંથી હળવદ રોડ પર આવેલ ત્યારે અચાનક દુખાવો તથા ત્યાજ ડીલીવરી કરવાની ફરજ પડી હોવાથી તાત્કાલિક ૧૦૮ના EMT અજયભાઈ અને પાયલોટ સતીશભાઈએ ધટના સ્થળે પહોચી ગયેલ છે હળવદ રોડ પર રસ્તામાં ગાડી આડી રાખીને ચાલુ વરસાદે ડીલીવરી કરાવી હતી.તેથી અમે ૧૦૮ ટીમનો આભાર માનીએ છીએ.તેમજ અંતે કહ્યું હતું કે અમારું કોઈ નોતું ત્યારે ૧૦૮ હતી.

 

 

 

Comments
Loading...
WhatsApp chat