મોરબીમાં રૂ. ૧૦૦ ના સ્ટેમ્પની અછતથી પરેશાની

મોરબી પંથકમાં સ્ટેમ્પનું વેચાણ કરનારા સ્ટેમ્પ વેન્ડર પાસેથી નાગરિકોને રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પ મળતા જ ના હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે ખરેખર સ્ટેમ્પ પેપરની અછત છે કે પછી વેન્ડરો સ્ટેમ્પનું વેચાણ કરતા નથી તેવા સવાલો પણ જોવા મળ્યા હતા પરંતુ કેટલાક સ્ટેમ્પ વેન્ડરોએ જીલ્લા તિજોરી કચેરીમાંથી રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પ મળતા નહિ હોવાનું જણાવતા આ અંગે તિજોરી કચેરીમાં તપાસ કરતા સત્ય પ્રકાશમાં આવ્યું હતું કે રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પનો સ્ટોક ખુબ ઓછો હોય છે અને નવો સ્ટોક આવતો નથી જેથી સ્ટેમ્પની અછત વર્તાઈ છે. તો કચેરીમાંથી જ એવી માહિતી પણ મળી હતી કે નોટબંધી બાદથી સતત સ્ટેમ્પની અછત જોવા મળી રહી છે. હાલ રૂપિયા ૨૦ અને ૫૦ ના સ્ટેમ્પ ઉપલબ્ધ છે પરંતુ નાગરિકો રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પની ડીમાંડ વધુ કરે છે પરંતુ જરૂરિયાત મુજબનો સ્ટોક મળતો નથી જેથી સમસ્યા વકરી રહી છે. સ્ટેમ્પ પેપરની અછતને પગલે દસ્તાવેજ સહિતની કામગીરી ખોરંભે ચડી જતી હોય છે પરંતુ ઉપરથી આવતા ના હોય તેવા જવાબો અરજદારોને મળી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat