



મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપરમાં ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે 1ની ધરપકડ કરી છે. જયારે તેના અન્ય 2 સાગરીતની શોધખોળ શરુ કરી છે અને ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી વજેપર શેરી નં-૧૫ માં આરોપી વીકી મહેશભાઇ શાહ, એજાજ ઉર્ફે ઠાકુર દાઉદભાઇ ચાનીયા અને અવેશ અયુબભાઇ કાસમાણી પોતાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ-૦૧ કલાસીક બ્લેન્ડ ઓરીજનલ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૩૨ કુલ રૂ.૧૨,૦૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે આરોપી વીકી શાહ મળી આવ્યો હતો. તો આરોપી એજાજ ચાનિયા અને અવેશ કાસમાંણી હાજર નહિ મળી આવતા પોલીસ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ત્રણેય શખ્સોએ સામે પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬-(બી),૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

