Billboard ad 1150*250

મોરબી રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપૂજન તેમજ શરદપુનમમાં રાસોત્સવ

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે તે ઉપરાંત શરદ પૂર્ણિમાના દિવસે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

        મોરબી રાજપૂત સમાજ દ્વારા તા. ૦૮ ને મંગળવારના રોજ વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે જેમાં બપોરે ૦૧ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠેથી બાઈક રેલી પ્રસ્થાન કરશે અને તે શક્તિ માતાજી મંદિર, શકત શનાળા ગામે પૂર્ણ થશે જ્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવશે

        તે ઉપરાંત તા. ૧૩ ને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે દરબાર ગઢ મોરબી ખાતે શરદ પૂર્ણિમાના પર્વે નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ યોજાશે જેથી રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન અને નવરાત્રી મહોત્સવમાં પધારવા માટે રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat