

મોરબી સીરામીક એસો. દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગને આગળ લઈ જવા માટે અનેક પ્રયાસો મક્કમતા શરૂ કરાયા છે. જેમાં મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ સ્તરે લઇ જનાર વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો બાદ મોરબી સીરામીક ઉદ્યોગના કલ્સ્ટર માટે એકસપોટઁમાં મોરબીની ટાઈલ્સને દુનિયામાં નં ૧ બ્રાન્ડ બનાવવા માટે one culster one brand નેમ સાથે સીરામીક એસો. આગળ વધી રહ્યું છે અને તેની શરુઆત ના ભાગરુપે મુંબઈમાં કન્સલટન્ટ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પ્રમુખશ્રી કે. જી. કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, ભાવેશ પટેલ, પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા .
તેમજ ઓસ્ટ્રેલિયાથી આવેલ આ ક્ષેત્રના નિષ્ણાત સલાહકાર આર. જે સીંગ સાથે મુંબઇમાં મિટિંગ યોજાઈ હતી. જેમા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં નિકાસ સાથે બ્રાન્ડ કંઈ રીતે બનાવવી તેની ઉંડાણથી ચચાઁ કરવામાં આવી હતી.આ બાબતે મોરબી સીરામીક ઉદ્યોગના પ્રમુખ કે.જી.કુંડરિયાએ જણાવ્યું હતું કે નિકાસ સાથે ટાઈલ્સની મોટી બ્રાન્ડએ કઈ રીતે તેનુ મિશન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે મુંબઈમાં આ ક્ષેત્રના પ્રોફેશનલ સાથે મિટિંગ યોજવામાં આવી હતી.