મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ શરુ,૧૨ વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં ગત રાત્રીથી તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે જ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી તો મચ્છુ-૧ અને મચ્છુ-૨ અને ડેમી ડેમાંમાં નવા નીરની આવક ચાલુ છે

મોરબી જીલ્લામાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં ૧૦ થી ૧૨ વાગ્યા સુધીમાં મોરબીમાં ૧ એમએમ, ટંકારામાં ૭ એમએમ, વાંકાનેરમાં ૧ એમએમ અને માળીયામાં ૫ એમએમ વરસાદ નોંધાયો છે.તેમજ મોરબી જીલ્લાના ડેમોમાં પાણીના નવા નીરની આવક થતા મોરબીવાસીઓ ગેલમાં આવી ગયા છે અનેવરસાદના વધામણા કરી રહ્યા છે અને હજુ મેધારાજા મનમુકીને વરસે તેવી આશા રાખી રાહ્ય છે.તો રાત્રીથી ધીમીધારે વરસાદ શરુ રહેતા પાલિકા તંત્રની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી છે અને શહેરના મુખ્યમાર્ગો પર પાણી ભરાયા છે જેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat