મોરબીના મચ્છુ ડેમ નજીકથી કોથળામાં મહિલાનો મૃતદેહ મળ્યો, હત્યા કરી લાશ ફેંક્યાની આશંકા

બનાવની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ

મોરબીના મચ્છુ ડેમ નજીકથી કોથળામાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં વીંટી ફેંકી દેવાયો હોય જે બનાવની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ છે અને ધોરણસરની તપાસ હાથ ધરી છે

મોરબીના ડેમ નજીક વસેલા જોધપર ગામ પાસેથી એક કોથળો મળી આવ્યો હતો જે શંકાસ્પદ હાલતમાં હોવાથી તુરંત પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ તેની ટિમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ કોથળાની તલાશી લેતા તેમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો

જેમાં પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની હત્યા કરી બાદમાં લાશ કોથળામાં નાખી ફેંકી દેવાયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હોવાનું જણાવ્યું હતું તો મૃતક મહિલાની ઓળખ હજુ થઇ ના હોય જેથી તેની ઓળખ મેળવવા અને હત્યાના બનાવની વધુ તપાએ તાલુકા પોલીસની ટીમે ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat