


મોરબીના આમરણ ખાતેના ડાયમંડનગરના રહેવાસી જીન્ક્લ દિનેશભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૧૯) નામની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ ના રોજ તે ઘરમાં એકલી હોય જે એકલતાનો લાભ ઉઠાવીને આરોપી પાર્થ ચંદુ ગાંભવા અને ભરત છગન ગાંભવા રહે. બંને ડાયમંડ નગર આમરણવાળા ઘરમાં ઘુસી આવીને તેનું બાવળું પકડીને તેની શારીરિક છેડછાડ કરી હતી અને પજવણી કરી હોય જે મામલે ભોગ બનનારની માતા આરોપીઓને સમજાવવા જતા બેફામ ગાળો આપી આરોપી ભરત ગાંભવાએ તેનો ચોટલો પકડીને ઢીકાપાટું માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે યુવતીની છેડતી મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પોલીસમથકને સોપી છે.