મોહનભાઈ કુંડારિયા ફોર્મ ભરવા આવતીકાલે મોરબીથી કરશે પ્રસ્થાન

મોરબીથી સવારે પ્રસ્થાન કરી રાજકોટ ઉમેદવારી ફોર્મ ભરશે

        રાજકોટના સાંસદ અને લોકસભા ૨૦૧૯ ના જંગમાં ફરીથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા મંગળવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે સવારે કાર્યકરો સાથે મોરબીથી પ્રસ્થાન કરશે અને રાજકોટ કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે

        સતત બીજી વખત રાજકોટથી લોકસભા જંગમાં મેદાને ઉતરનાર ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા મંગળવારે સવારે મોરબીથી પ્રસ્થાન કરશે જેને મોરબીથી વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવા જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા અને ૬૬ ટંકારા- પડધરી વિધાનસભા ચુંટણી ઇન્ચાર્જ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે બહોળી સંખ્યામાં કાર્યકરોના અભિવાદન સાથે તેઓ રાજકોટ જવા પ્રસ્થાન કરશે અને રાજકોટ ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે  

Comments
Loading...
WhatsApp chat