Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી-ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા મોહનભાઈ કુંડારિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

ખેડૂતો અને માલધારીઓના હિતમાં કરી મુખ્યમંત્રી સમક્ષ માંગ

રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદ થયા હોય તેવા તાલુકાની સમીક્ષા કરીને બાદમાં રાજ્યના ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં મોરબી જીલ્લાના ત્રણ તાલુકાનો સમાવેશ કરાયો છે ત્યારે મોરબી અને ટંકારા તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવા સાંસદે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના વાંકાનેર, હલ્વાદ્દ અને માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તે અભિનંદનને પાત્ર છે જયારે મોરબી અને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર ના કરવા માટે માત્ર મામલતદાર કચેરીના વરસાદના આંકડા મુજબ મોરબી તાલુકાનો વરસાદ ૨૭૨ મીમી અને ટંકારાનો વરસાદ ૩૨૬ મીમી થયો છે અને માત્ર શહેર વિસ્તારના આંકડા પરથી જ આ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા નથી

મોરબી તાલુકામાં આવતા ડેમો મચ્છુ ૩ ૨૦૫ મીમી, ડેમી ૩ માત્ર ૧૬૫ મીમી અને ધોડાધ્રોઈ ડેમના આંકડા મુજબ માત્ર ૧૧૫ મીમી વરસાદ નોંધાયો છે જયારે ટંકારા તાલુકામાં આવતા ડેમો ડેમી ૨ માં ૨૧૭ મીમી, ડેમી ૩ માં માત્ર ૧૬૫ મીમી અને બંગાવડીમાં માત્ર ૧૩૦ મીમી વરસાદ નોંધાયો છે જેથી ડેમોના વરસાદના આંકડા મુજબ ૨૫૦ મીમીથી ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરેલ નથી આ બંને તાલુકાઓમાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને તાલુકાના લોકોને રોજીરોટી, માલધારીઓના પશુ માટે ઘાસચારાની જરૂરત હોય જેથી બંને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat