મોદી દેશના ગદ્દાર સેનાપતિ : મોરબીમાં ડો.પ્રવીણ તોગડિયાના આકરા પ્રહારો, video

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનો સ્નેહમિલન સમારોહ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો જેમાં સંસ્થાના સ્થાપક ડો. પ્રવીણભાઈ તોગડિયા, ગીરીશ ઘેલાણી, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને મીડિયા ઇન્ચાર્જ ચિરાગ વોરા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રવર્ચનમાં તેમને મોદી સરકાર અને આરએસએસને આડેહાથ લીધા હતા જેમાં રામ મંદિર, પેટ્રોલના ભાવ, શિક્ષણ અને રોજગારી સહિતના મુદે સરકાર પર પ્રહારો કર્યા હતા

કરોડો કાર્યકર્તાઓએ હિંદુ સરકાર બનાવવા માટે અને રામ મંદિર માટે ઘરે ઘરે ફરીને સરકારને બહુમતી અપાવી હતી જોકે હવે સરકાર સાડા ચાર વર્ષ થયા છતાં રામ મંદિર બનાવી સકી નથી તો હવે ચુંટણી નજીક આવતા રામ મંદિર મુદો ઉછાળવામાં આવ્યો હોવાના આકરા પ્રહારો કર્યા હતા તો મોદીને ગદાર સેનાપતિનો ખિતાબ પણ આપ્યો હતો અને આડેહાથ લઈને હિંદુ સરકાર તેમજ રામ મંદિર મુદાને ફરીથી વેગવંતો કર્યો હતો

ડો. પ્રવીણ તોગડિયાના આકરા પ્રહારો, જુઓ વિડીયો ……………

Comments
Loading...
WhatsApp chat