મોરબીના વેજીટેબલ રોડ જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી પંથકમાં શ્રાવણીયો જુગારન ધમધમાટ જોવા મળતો હોય ત્યારે સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ પર જાહેરમાં જુગાર રમતા છ આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને રોકડ તેમજ બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેજીટેબલ રોડ પર જીઇબી ઓફીસ પાછળ ખુલ્લા પટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમી રહેલા ભુદરભાઈ માધુભાઈ કોળી, રામાભાઈ કલાભાઈ કોળી, રાહીલભાઈ ઉસ્માનગની પરમાર, મુનીરભાઈ હુશેનભાઈ ધાંચી, જાવેદભાઈ દાઉદભાઈ પરમાર અને સુભાન યુસુફ શેડાત એમ છ શખ્શોને ઝડપી રોકડ ૧૩,૭૫૦ તથા બે મોટરસાયકલ કીમત ૬૦,૦૦૦ અને મોબાઈલ ચાર નંગ કીમત ૬૫૦૦ મળીને કુલ ૮૦,૨૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat