Billboard ad 1150*250

મોરબીમાં ICDS-CAS એપ્લીકેશન સોફ્ટવેરનું મોબાઈલનું લોન્ચિંગ કરાયું

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પાંચ કાર્યકરોને મોબાઈલ વિતરણ

Post ad 2

        આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે મચ્છુ ૨ ડેમ રીવર સાઈડ પર નમામી દેવી નર્મદે મહોત્સવ ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયાના અધ્યક્ષસ્થાને ઉજવાયો હતો ત્યારે આઈસીડીએસ શાખા દ્વારા કોમન એપ્લીકેશન સોફ્ટવેર યુક્ત મોબાઈલનું વિમોચન કરવામાં આવ્યું હતું

        મોરબી આઈસીડીએસ શાખા પોષણ અભિયાન અન્વયે આંગણવાડી કેન્દ્રો દ્વારા અપાતી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી હાજર પદાધિકારી તેમજ જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે આંગણવાડી કાર્યકરોને આપવાના થતા ICDS-CAS કોમન એપ્લીકેશન સોફ્ટવેર યુક્ત મોબાઈલનું વિમોચન કરવામાં આવ્યું અને પ્રતીકાત્મક રૂપે ૫ આંગણવાડી કાર્યકરોને મોબાઈલ વિતરણ કરવામાં આવ્યા હતા

        આ મોબાઈલ થકી મોરબી જીલ્લાના ૭૬૧ આંગણવાડી કાર્યકરોનું ડીજીટલ યુગમાં મંડાણ કરશે જેથી તેમને નિભાવવા પડતા ૧૧ રજીસ્ટરો પૈકી ૧૦ રજીસ્ટરોનો મોબાઈલમાં સમાવેશ કરી લેવામાં આવશે તેમજ આઈસીડીએસ સેવાઓ સઘન બનશે તેનું રીયલ ટાઈમ મોનીટરીંગ શક્ય બનશે તેમ જીલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat