Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના યુવાને સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરી કેરળ પૂરપીડીતો માટે ફંડ એકત્ર કર્યું

વ્હોટસ એપ ગ્રુપમાં કરેલી અપીલ અસર કરી ગઈ, એક લાખ એકત્ર

કેરળ રાજ્યમાં આવેલા ભયંકર પુરને પગલે તારાજી સર્જાઈ છે ત્યારે દેશભરમાંથી મદદ માટે નાગરિકો કાર્ય કરી રહ્યા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાને સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરીને કેરળ પુરપીડિતો માટે એક લાખની રકમ એકત્ર કરી છે

આજના ઝડપી યુગમાં સૌ કોઈ સ્માર્ટ ફોન અને સાથે વ્હોટસ એપ, જેવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે જોકે સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરવામાં  આવે તો તે કેટલું ઉપયોગી બની સકે છે તેનું ઉદાહરણ મોરબીના યુવાને પૂરું પાડ્યું છે મોરબી લાયન્સ ક્લબના પૂર્વ પ્રેસિડેન્ટ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા તુષારભાઈ દફતરીના વ્હોટસ એપમાં પોપ્યુલર નામથી લગભગ ૭ થી ૮ ગ્રુપ છે જેમાં ધંધાદારી, ક્લબ, ફ્રેન્ડસ અને ફેમીલીની વિવિધ કેટેગરીના ગ્રુપ છે ત્યારે સપ્તાહ પૂર્વે તુષારભાઈએ કેરળ પુર પીડિતોની માદ્દ માટે મેસેજ વહેતો કર્યો હતો અને ૧ લાખનો ટાર્ગેટ નક્કી કરી ગ્રુપના મેમ્બરોને અપીલ કરી હતી અને ટૂંકાગાળામાં જ એક લાખ રૂ. નું ફંડ એકત્ર કરવામાં સફળતા મળી છે

એકત્ર કરેલું એક લાખનું ફંડ લાયન્સ ક્લબ કેરળને મોકલવામાં આવશે જ્યાંથી જરૂરીયાતમંદ લોકો સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડાશે તો સોશ્યલ મીડિયામાં ઉદાર હાથે અનુદાન આપનાર મેમ્બરોનો તુષારભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો અને સોશ્યલ મીડિયાના સદુપયોગ અંગે પણ સમાજને નવી રાહ ચીંધી છે

Comments
Loading...
WhatsApp chat