Billboard ad 1150*250

માળિયા હાઈવેથી લાખિયાસર-હંજીયાસરનો 3.૨૦ કરોડનો રોડ ધારાસભ્યએ મંજુર કરાવ્યો

0 79
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નેશનલ હાઈવેથી લાખિયાસર-હંજીયાસરનો રસ્તો તૂટી ગયો હોય તે રસ્તાનું નવીનીકરણ કરવા મત માર્ગ-મકાન વિભાગના ક્ષેત્રીય ઈજનેરથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને 3.૨૦ કરોડનો રોડ મંજુર કરાવવામાં સફળતા મળી છે

Post ad 2

        ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લાખીયાસર-હંજીયાસર રોડમામલે માર્ગ-મકાન વિભાગના ક્ષેત્રીય ઈજનેરથી લઈને મુખ્ય ઈજનેર તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળીને રોડ તુરંત મંજુર કરવા ભારપૂર્વક માંગણી કરી હતી જેના પરિણામસ્વરૂપે રૂ 3.૨૦ કરોડના ખર્ચે માળિયા નેશનલ હાઈવેથી લાખિયાસર-હંજીયાસર રસ્તો નાલા, પુલિયાના કામ સાથે મજબૂતાઈથી નવીનીકરણ કરવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાની જહેમત લેખે લાગી છે અતિ પછાત વિસ્તારના લોકો રસ્તાની સુવિધાથી વંચિત હોય જેને હવે ડામર રોડ મળશે

વધુમાં ધારાસભ્ય મેરજાએ જણાવ્યું છે કે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા અને અગ્રણી દુલાભાઈ ને સાથે રાખીને નેશનલ હાઈવેથી લક્ષ્મીનગરનો ૩૨ લાખના ખર્ચે રસ્તો ઉપલબ્ધ કરાવવાની માંગણી દ્વારા રસ્તાના નવીનીકરણ થવાના દ્વાર ખુલ્યા છે આમ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સતત સક્રિય રહીને લોકોને યોગ્ય પ્રકારની સુવિધાઓ મળે તે માટે મથી રહ્યા છે અને 3.૨૦ કરોડનો રસ્તો મંજુર કરાવવામાં સફળતા મળી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat