Billboard ad 1150*250

મોરબીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણુક મામલે ધારાસભ્ય મેદાને

0 98
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

આરોગ્ય સચિવને પત્ર પાઠવ્યો

        મોરબીની સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જન અને ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટની ખાલી જગ્યાઓને લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય જેથી આ મામલે મોરબીના ધારાસભ્યએ આરોગ્ય સચિવને પત્ર પાઠવી ડોક્ટરોની નિમણુક કરી દર્દીઓને પડતી મુશ્કેલી નિવારવા માટે રજૂઆત કરી છે

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના આરોગ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી સરકારી હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૭૦૦ જેટલા દર્દીઓની ઓપીડી રહે છે તેમજ ૨૦૬ બેડની હોસ્પીટલમાં છેલ્લા છ માસમાં ૨૪૦૦૦ થી વધુ ઇન્ડોર દર્દીઓને દાખલ કરવામાં આવેલ મેડીકલ લીગલ કેસની સંખ્યા પણ ૨૫૦૦ જેવી થવા પામી છે ત્યારે સરકારી હોસ્પિટલનું હયાત બિલ્ડીંગ નાનું પડે છે તેમજ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ જનાના હોસ્પિટલનું બિલ્ડીંગ જુનું અને જર્જરિત છે જેથી ત્યાં નવું બિલ્ડીંગ બાંધવાની જરૂરિયાત છે સરકારી હોસ્પિટલમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ સેન્ટરમાં આઠ મશીનોથી સારવાર અપાય છે તેમાં વધારો કરવો જરૂરી છે હાલ ફીઝીયોથેરાપીની જગ્યાના અભાવે દર્દીઓને અગવડ પડે છે આમ મોરબીની સરકારી હોસ્પિટલમાં મેડીકલ તેમજ પેરા મેડીકલ અને વહીવટી સ્ટાફની ખૂટતી જગ્યાઓ તાત્કાલિક ભરાય તો દર્દીઓને થતી હાલાકી નિવારી શકાશે તેમજ યોગ્ય વોચમેન દ્વારા સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોય જે માટે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat