


મોરબી માળિયા વિસ્તારના નાગરિકોને સતાવતા વિવિધ પ્રાણ પ્રશ્નો મામલે વિધાનસભામાં આ પ્રશ્નોની ધારાસભ્ય દ્વારા સચોટ રજૂઆત કરવામાં આવી હતી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ મામલે પણ મેરજાએ રજૂઆત કરી હતી.
મોરબી-માળિયા વિસ્તારના રસ્તા, પીવાના પાણી અને સિરામિક ઉદ્યોગના પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવ્યા હતા. મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે જે માર્ગ અને મકાન મંત્રી રસ્તાનું ખાતમુર્હત કરી ગયા છે તે રોડનું કામ ગોકળગતિએ ચાલે છે
તે ઉપરાંત સિરામિકને પાણી, ગેસીફાયર અને જીએસટીમાં રાહત આપવાની માંગ કરવામાં આવી હતી તો મોરબીના પ્રાણ પ્રશ્નો ઉપરાંત પંચાયત વિભાગની ચર્ચામાં રાજ્ય સરકાર દ્વારા પંચાયતોના હક્ક પર તરાપ મારી બેકસીટ ડ્રાઈવિંગ કરી સત્તા કેન્દ્રિત કરવા મામલે સરકારનો કાન આમળ્યો હતો તેમજ જીલ્લા પંચાયત પર કિન્નાખોરી રાખતી સરકારને આડેહાથ લીધી હતી.

