


મિયાણી ગામનો યુવાન પોતાના બાઈક પર વાડીએ જતો હોય જે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેણે ઠોકર મારતા યુવાનનું મોત થયું હતું અને અકસ્માત સર્જનાર વાહનચાલક નાસી ગયો હતો.
હળવદ તાલુકાના મીયાણી ગામે રહેતા સુરેશ જાદુ કોળી (ઉ. ૩૦) રાત્રીના ઘરેથી પોતાનું બાઈક લઈ વાડીએ જતો હોય ત્યારે ગામના પાદરમા પસાર થતી નર્મદા કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી તેમજ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો યુવાનના મોતને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

