શિક્ષિકા દુષ્કર્મ : આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે, લેપટોપ-હાર્ડ ડિસ્ક કબજે

પોલીસે એફએસએલ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી

મોરબીમાં ચકચારી શિક્ષિકા દુષ્કર્મ બનાવ મામલે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યો છે તો રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરેથી લેપટોપ અને હાર્ડ ડિસ્ક કબજે લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે

રાજકોટની શિક્ષિકાએ કરેલી દુષ્કર્મની ફરિયાદ બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતા જે રિમાન્ડ દરમિયાન એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેસિંહ સહિતની ટીમે સઘન તપાસ ચલાવી હતી

જેમાં ભોગ બનનાર શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ ફોટો અને વિડીયો બનાવ્યા હોય જે દિશામાં તપાસ ચલાવતા અગાઉ મોબાઈલ કબ્જે કર્યા બાદ પોલીસની ટીમે આરોપીના ઘરેથી લેપટોપ અને હાર્ડ ડિસ્ક તેમજ ડોન્ગલ સહિતનો મુદામાલ કબજે લીધો છે અને એફએસએલ ટીમની મદદ લેવામાં આવી રહી છે તો આરોપીએ લખેલા પત્રો મામલે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે તો આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે જેલહવાલે કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat