Billboard ad 1150*250 Billboard ad 1150*250

મિશન ક્લાસ-૩ : ગુજરાતી સાહિત્યની પ્રશ્ન બેંક – (ભાગ ૫)

1. ‘વક્રોક્તિ વિચાર’ના કર્તા કોણ છે?
A. મહિમ ભટ્ટ B. મમ્મટ C. આચાર્ય કુન્તક D. વામન.

2. નીચેનામાંથી આધુનિક કવિ કોણ છે?
A. બાલમુકુન્દ દવે B.પૂજાલાલ C. મનસુખલાલ ઝવેરી D. સિતાંશુ યશચંદ્ર

3. રણ યજ્ઞ ના કર્તા કોણ છે?
A. બ્રહ્માનંદ B. પ્રેમાનંદ C. ભાલણ D. જયવંત સુરી

4. અજ્ઞાત કવિ કૃત વસંતવિલાસ નો કાવ્ય પ્રકાર ક્યો છે?
A. બારમાસા Bપ્રબંધ C. આખ્યાન D. ફાગુ

5. નીચેનામાંથી કવિ નાન્હાલાલના ગ્રંથનું નામ જણાવો.
A. જ્ઞાનગીતા B. હરિગીતા C. વિશ્વગીતા D.પ્રેમરસ ગીતા

6. નીચેનામાંથી ક્યુ ઘટક તત્વ હાઈકુ માં આવતું નથી?
A. ચિંતન B. ચિત્ર C. સત્તર અક્ષર D. કલ્પન

7. નીચેનામાંથી કયા બે સાહિત્યકારો રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા છે ?
અ.ચંદ્રકાન્ત ટોપીવાળા બ.ચન્દ્રકાન્ત બક્ષી ક. અનિલ જોશી ડ. લાભશંકર ઠાકર
A. બ અને ક B. અ અને ડ C. ક અને ડ D. 1 અને ક

8. જ્ઞાનપીઠ દ્વારા અપાતો ‘મૂર્તિદેવી પુરસ્કાર’ ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે ?
A. દર્શક B. પન્નાલાલ પટેલ C. નારાયણ દેસાઈ D.રાજેન્દ્ર શાહ

9. ગુજરાતીમાં કરૂણપ્રશસ્તિ કાવ્ય ના પ્રથમ રચનાકાર કોણ હતા ?
A. નવલરામ B. ગોવર્ધનરામ C. દયારામ D. દલપતરામ

10. સ્વૈરવિહારી ઉપનામ કોનું છે ?
A. રા.વિ.પાઠક B. જ્યોતીન્દ્ર દવે C. ગગનવિહારી મહેતા D. બાલાશંકર કંથારિયા

11. ‘ઠોઠ નિશાળીયો’ ઉપનામ કોનું છે ?
A. બકુલ ત્રિપાઠી B. મનુભાઈ પંચોળી C. મણિશંકર ભટ્ટ C. મધુસુદન પારેખ

12. કવિ દુલા ભાયા કાગની કાગવાણી કેટલા ભાગમાં રચાયેલી છે ?
A. 1 B. 5 C. 7 D. 9

13. “ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા” આ પંક્તિ કયા કવિની છે?
A. પ્રિયકાંત મણિયાર B. મણિલાલ ત્રિવેદી C. અમૃત ઘાયલ C. કલાપી

14. “જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંક્તિ કોની છે?”
A. કવિ બોટાદકર B.બાલાશંકર કંથારિયા C.પ્રહલાદ પારેખ D.પ્રીતમદાસ

15. ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ કઈ છે?
A.વસંતવિજય B. વસંત વિલાસ C.ગોવાલણી D.બોધ

16. અખા નો જન્મ ક્યાં થયો હતો ?
A.અમદાવાદ B. જેતલસર C. જેતપુર D. વઢવાણ

17. જયંતિ દલાલે નીચેનામાંથી કયો વાર્તાસંગ્રહ આપ્યો છે ?
A. રસિયો વાલમ B. જજવા C. મલયાનિલ D. શરણાઈના સૂર

18. હાઇકુ સાહિત્ય પ્રકાર નો જન્મદાતા દેશ કયો છે?
A. રશિયા B. ભારત C. ચીન D. જાપાન

19. “સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવુ પડે” આ પંક્તિ કયા કવિની છે?
A.કલાપી B.સુંદરમ C.સ્નેહરશ્મિ D.ઈર્શાદ

20. ‘એન ઘેન દીવા કેન’ બાલ – કૃતિ કોની છે?
A. ચં.ચી.મહેતા B. ઉમાશંકર જોશી C. રમેશ પારેખ D. ઝવેરચંદ મેઘાણી

જવાબો
1. B
2. D
3. B
4. D
5. C
6. A
7. B
8. A
9. D
10. A
11. A
12. C
13. C
14. A
15. D
16. B
17. B
18. D
19. A
20. A

(માર્ગદર્શન અને સહયોગ બદલ નીરવભાઈ માનસેતાનો હૃદયપૂર્વક આભાર)

Comments
Loading...
WhatsApp chat