Billboard ad 1150*250 Billboard ad 1150*250

મિશન ક્લાસ-૩ : ગુજરાતી સાહિત્યની પ્રશ્ન બેંક – (ભાગ 2)

1.’જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ આ પંક્તિ કોની છે?
A. રા.વિ.પાઠક B. કવિ કલાપી C. હરિન્દ્ર દવે D. ન્હાનાલાલ

2. નીચેના માંથી ચીનુ મોદીનું તખલ્લુસ ક્યું છે?
A. ઈર્શાદ B. સ્નેહરશ્મિ C. પ્રસૂન D. મધુરાય

3. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર ક્યું છે?
A. ગુજરાત સમાચાર B. અકિલા C. મુંબઈ સમાચાર D. દૈનીક સમાચાર

4. ‘પેરેલિસિસ’ નવલકથાના લેખક કોણ છે?
A. જ્યોતિન્દ્ર દવે B. રામપ્રસાદ બક્ષી C. ચંદ્રકાન્ત બક્ષી D. રઘુવીર ચૌધરી

5. હાઈકુમાં કેટલી પંક્તિઓ હોય છે?
A. એક B. ત્રણ C. પાંચ D. સાત

6. ‘થોડા આંશુ, થોડા ફૂલ’ કોની આત્મકથા છે?
A. સુરેશ દલાલ B. ચંદ્રકાન્ત શેઠ C. રમણલાલ સોની D. જયશંકર સુંદરી

7. નીચેના માંથી કઈ કૃતિ રમણભાઈ નિલકંઠની છે?
A. ભદ્રંભદ્ર B. અમૃતા C. આગમન D. મટક મટક

8. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ કાવ્યસંગ્રહ અને તેના કર્તાનું નામ જણાવો.
A. કાવ્યસંગ્રહ – દલપતરામ B. કાવ્યામૃત – નર્મદ
c. કાવ્યદોહન – દયારામ D. કાવ્યકૃતિ – ભાલણ

9. કોને “સોરઠના મીરાબાઈ” કહેવામાં આવે છે?
a. પાનબાઈ b. ગંગાસતી c. કુન્દનિકા કાપડીયા d. સરયુતાઈ

10. “કાફી” કોનું વખણાતું સાહિત્ય છે?
a. પ્રીતમ b. ભોજો c. ધીરો d. ગંગાસતી

11. ‘ગુજરાતી ગઝલના પિતા’ તરીકે કોને આળખવામાં આવે છે?
A. ચીનુ મોદી B. આદિલ મનસુરી C. શૂન્ય પાલનપુરી D. બાલાશંકર કંથારીયા

12. નવનીત-સમર્પણ કઈ સંસ્થા દ્વારા પ્રગત થતું ગુજરાતી સામયિક છે?
A. ભારતીય વિદ્યા ભવન B. ભારતીય સાહિત્ય સભા C. સાહિત્ય પરીષદ D. સાહિત્ય અકાદમી

13. કઈ કૃતિને ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ માનવામાં આવે છે?
A.ભરતેશ્વર B. નેમિનાથ ચતુષ્પાદિકા C. કાન્હડદે પ્રબંધ D. વસંત વિલાસ

14. ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે મેળ કરાવી આપવાનું શ્રેય કોના ફાળે જાય છે?
A. ચીનુ મોદી B. શૂન્ય પાલનપુરી C. અનવર કાઝી D. અમૃત ઘાયલ

15. ક્યા કવિને ‘બંસીબોલા ગરબી સમ્રાટ’ તરીકે ઓળખવામાં આવે છે?
A.દલપતરામ B.દયારામ C. વલ્લભ મેવાડો D. ન્હાનાલાલ

16. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિ કોની છે?
A.સુંદરમ B. કલાપી C. અરદેશર ખબરદાર D. નિરંજન ભગત

17. ‘ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા ‘ગોવાલણી’ ના લેખક કોણ છે?
A.મોહનલાલ પટેલ B.ઝવેરચંદ મેઘાણી C. કંચનલાલ મહેતા D. ઉમાશંકર જોશી

18. ક્યું પાત્ર ‘મિથ્યાભિમાન કૃતિનું અમર પાત્ર છે?
A. જીવરામ ભટ્ટ B. ગુણસુંદરી C. બુદ્ધિધન D. કલ્યાણી

19. ‘લઘરો’ નામના કાવ્યપાત્રના સર્જક કોણ છે?
A. સુરેશ જોશી B. રમેશ પારેખ C. રમણલાલ દેસાઈ D. લાભશંકર ઠાકર

20. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઇ હતી?
A. 1950 B. 1905 C. 1908 D. 1910

21. ક્યું જોડકું ખોટું છે?
A.કરણઘેલો – નંદશંકર મહેતા B. ગ્રામલક્ષ્મી – ર.વ.દેસાઈ C. છ અક્ષરનું નામ – રમેશ પારેખ D. કુસુમમાળા – ન્હાનાલાલ

22. નીચેના માંથી કઈ કૃતિ નાટક છે?
A. આગગાડી B. મરી જવાની મજા C. શર્વિલક D. આપેલ તમામ

23. ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે?
A. જ્ઞાનપ્રસારક સભા B.સાહિત્ય અકાદમી C. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી D. સાહિત્ય સભા

24. ‘સોક્રેટિસ’ના લેખક કોણ છે?
A.ધુમકેતુ B. પન્નાલાલ પટેલ C. અનિલ જોશી D. દર્શક

25. ‘નયનને બંધ રાખીને’ ગઝલના સર્જક કોણ છે?
A.બરકત વિરાણી B. અમૃત ઘાયલ C. મનોજ ખંડેરીયા D. ગની દહીંવાલા

જવાબો
1. B
2. A
3. C
4. C
5. B
6. D
7. A
8. A
9. B
10. C
11. D
12. A
13. A
14. D
15. B
16. C
17. C
18. A
19. D
20. B
21. D
22. D
23. C
24. D
25. A

(માર્ગદર્શન અને સહયોગ નિરવભાઈ માનસેતા)

Comments
Loading...
WhatsApp chat