મિશન ક્લાસ-૩ : ગુજરાતી સાહિત્યની પ્રશ્ન બેંક – (ભાગ ૧)

1. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે?
A. પરબ B. કુમાર C. પરિવેશ D. શબ્દસૃષ્ટિ

2. ગુજરાતી સાહીત્યની પ્રથમ આત્મકથા કઈ છે?
A. મારી હકીકત B. સત્યના પ્રયોગો C. ગહરિયાં D. મારી જીવનકથા.

3. ‘અખો’ ક્યા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે?
A. સોનેટ B. છપ્પા C. ચોપાઈ D. ઉખાણાં

4. ‘ઓખાહરણ’ કૃતિના સર્જક કોણ છે?
A. નરસિંહ મહેતા B. લાભશંકર ઠાકર C. કનૈયાલાલ મુનશી D. પ્રેમાનંદ

5. ગૌરીશંકર જોશીનું તખલ્લુસ જણાવો.
A. ઉશનસ B. ધૂમકેતુ C. સ્નેહરશ્મિ D. દર્શક

6. ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી?
A. વેવિશાળ B. તુલસીક્યારો C. કાળચક્ર D. સૌરાષ્ટ્રની રસધાર

7. અર્વાચીન ગદ્યના પિતા તરીકે કોણ જાણીતું છે?
A. પન્નાલાલ પટેલ B. ચિનુ મોદી C. નર્મદ D. રાજેન્દ્ર શાહ

8. ‘સરસ્વતિ ચંદ્ર’ કોની કૃતિ છે?
A. ગુણવંતરાય આચાર્ય B. ગોવર્ધનરામ ત્રિપાઠી C. કાકા કાલેલકર D. મણિલાલ દ્વિવેદી

9. હાલમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત વિદ્યાસભા’નું મુળનામ શું હતું?
A. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી B. ગુજરાત સાહિત્ય મંડળ C. ગુજરાત વર્સેટાઈલ સોસિયટી D. ગુજરાત સાહિત્ય ભવન

10. ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’ પુરસ્કાર નીચેના માંથી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
A. સાહિત્ય પરિષદ B. સાહિત્ય અકાદમી C. સાહિત્ય સેતુ D. સાહિત્ય સભા

11. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોની કૃતિ છે?
A. ઝીણાભાઈ દેસાઈ B. નારાયણભાઈ દેસાઈ C. ઉમાશંકર જોશી D. મીરાંબાઈ

12. સવાઈ ગુજરાતી તરીકે ક્યા સાહિત્યકાર ઓળખાય છે?
A. કાકાસાહેબ કાલેલકર B. ફાધર વાલેસ C. બરકતઅલી વિરાણી D. દેવેન્દ્ર ઓઝા

13. ‘સિદ્ધાંત શિરોમણી’ ગ્રંથ ક્યા વિષય સંબંધિત છે?
A. પ્રકૃતિ B. ચિંતનાત્મક નિબંધ C. પ્રણય D. વિજ્ઞાન

14. ‘મુછાળી મા’ તરીકે ક્યા કેળવણીકાર ઓળખાય છે?
A. દિગીશ મહેતા B. સરોજ પાઠક C. ધનસુખલાલ મહેતા D. ગીજુભાઈ બધેકા

15. આઠો જામ ખુમારી કોની રચના છે?
A. અમૃત ઘાયલ B. ખલીલ ધનતેજવી C. આદિલ મન્સુરી D. કાયમ હજારી

16. કવિ નાનાલાલ શેના માટે પ્રખ્યાત છે?
A. પદ્ય નાટક B. હાસ્ય નિબંધ C. ગઝલ D. ડોલનશૈલી

17. જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
A. હરીન્દ્ર દવે B. જયન્ત પાઠક C. ઉમાશંકર જોશી D. ગૌરીશંકર જોશી

18. હેમચંદ્રાચાર્ય કૃત ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ક્યા પ્રકારનો ગ્રંથ છે?
A. પ્રવાસ વર્ણન B. તત્ત્વચિંતનાત્મક C. વ્યાકરણ ગ્રંથ D. ખંડકાવ્ય

19. દયારામ સાથે ક્યું સાહિત્ય સ્વરૂપ જોડાયેલું છે?
A. રાસ B. ગરબી C. લઘુકથા D. ચાબખા

20. સંસ્કૃત નાટક ‘હનુમાન’નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?
A. મણિલાલ દ્વિવેદી B. પ્રાગજી ડોસા C. આનંદ શંકર ધ્રુવ D. સ્વામી આનંદ

21. “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું ગામ” જાણીતી પંક્તિ કોની છે?
A. પ્રીતમ B. શામળ C. વલ્લભ મેવાડ D. ભોજા ભગત

22. “જ્યાં સુધી ગુજરાતી ભાષાનો અન્ય ભાષાઓ કરતાં વિશેષ ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી પહેરીશ નહીં” આ કોની પ્રતિજ્ઞા હતી?
A. શામળ B. નરસિંહ મહેતા C. પ્રેમાનંદ D. ભાલણ

23. “સૌરાષ્ટ્ર ટ્રસ્ટ” અને “જન્મભૂમિ” અખબારના સંસ્થાપક કોણ હતા?
A. બળવંતરાય મહેતા B. ઝવેરચંદ મેઘાણી C. અમૃતલાલ શેઠ D. શામળદાસ ગાંધી

24. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગરબા લખનાર કવિ કોણ હતા?
A. વલ્લભ મેવાડો B. ભોજા ભગત C. દયારામ D. શામળ

25. ગુજરાતી ભાષઆ સાહિત્યમાં ઉર્મિકાવ્યોનો સૌપ્રથમ પ્રયોગ કોણે કરેલો?
A. નરસિંહરાવ દિવેટીયા B. બ.ક.ઠાકોર C. કવિ કાન્ત D. ચં.ચી મહેતા.

જવાબો
1. D
2. A
3. B
4. D
5. B
6. C
7. C
8. B
9. A
10. D
11. B
12. A
13. D
14. D
15. A
16. D
17. C
18. C
19. B
20. A
21. A
22. C
23. C
24. A
25. A

હૃદયપૂર્વક આભાર : યુવાનોને પરીક્ષામાં ઉપયોગી બની શકવાના અમારા પ્રયાસમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા નીરવભાઈ માનસેતા અને તેની ટીમનો સહયોગ મળી રહ્યો છે અને મોરબીના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બનવાના હેતુ સાથે નીરવભાઈ માનસેતા સહિતના મિત્રો ખાસ સમય ફાળવીને વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવી પ્રશ્નબેંક તૈયાર કરવામાં મદદરૂપ બની રહ્યા છે ત્યારે મોરબીન્યુઝની ટીમ નીરવભાઈ માનસેતા અને તેની ટીમને અભિનંદન પાઠવે છે તેમજ તેમની સામાજિક જવાબદારી પ્રત્યેની સભાનતાને પણ હૃદયપૂર્વક સલામ કરે છે ફરી એક વખત આભાર

Comments
Loading...
WhatsApp chat