Billboard ad 1150*250 Billboard ad 1150*250

મિશન 2019 ! રાજકોટ લોકસભા ચૂંટણી માટે નિમાયેલ પ્રભારીઓની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાની બેઠક મળી

બેઠકના પ્રથમ ચરણમાં મોરબી જિલ્લાના રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવતા વાંકાનેર શહેર મંડલ તથા વાંકાનેર ગ્રામ્ય મંડલની બેઠક રાજકોટ લોકસભા ચૂંટણી 2019 માટે નિમાયેલ પ્રભારીઓની અનુક્રમે નરહરિભાઈ અમીન તથા હીરાભાઈ સોલંકી તથા પુષ્પદાનભાઈ ગઢવી તથા અમીબેન પરિખ તથા પ્રદીપભાઈ ખીમાણી વગેરેની અધ્યક્ષતામાં તેમજ મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મેઘજીભાઈ કંજારીયા તથા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા તેમજ વાંકાનેર – કુવાડવા વિધાનસભા 2017 ના ઉમેદવાર જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેર ખાતે લોહાણા મહાજન વાડીમાં મળી હતી

જેમાં સંગઠનની હાલની સ્થિતિમાં સોપાયેલ જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં જવાબદારીઓ વધારવા અથવા ઓછી કરવા સૂચનો કરવામાં આવેલ. તદોપરાંત હાલમાં આ વિસ્તારમાં જાહેર જીવનમાં જનસુવિધામાં સુધારો કરવા જરૂર જણાતા વિષયો પર ચર્ચા કરવામાં આવેલ. બેઠક પૂર્ણ થયે શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા સૌ પ્રભારીઓ સાથે મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મેઘજીભાઈ કંજારીયા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા તથા કિસાન મોરચા જિલ્લા અધ્યક્ષ પ્રભુભાઈ પનારા તથા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલ તથા વિધાનસભા 2017ના ઉમેદવાર જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર ગ્રામ્ય મંડલના મહામંત્રી કિશોરસિંહ ઝાલા જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી શરદભાઈ ડાભી વગેરે એ દર્શનનો હતો.

બેઠકના દ્વિતીય ચરણમાં મોરબી જિલ્લાના રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવતા મોરબી ગ્રામ્ય મંડલ તથા ટંકારા ગ્રામ્ય મંડલની બેઠક રાજકોટ લોકસભા ચૂંટણી 2019 માટે નિમાયેલ પ્રભારીઓની અધ્યક્ષતામાં મહાનુભાવો તેમજ પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયાની ઉપસ્થિતિમાં હરભોલે હૉલ, શનાળા રોડ, મોરબી ખાતે બપોરે 03:30 કલાકે મળેલ. જેમાં મોરબી ગ્રામ્ય મંડલ તથા ટંકારા ગ્રામ્ય મંડલની સંગઠનની હાલની સ્થિતિ એ સોપવામાં આવેલ જવાબદારીઓની સમીક્ષા કરવામાં આવેલ અને આવતી લોકસભા ચૂંટણી 2019 અનુસંધાને વિગતે તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. તેમજ બંને ચરણની બેઠકમાં છેક બૂથ સુધીના કાર્યકર્તાઓને જવાબદારી સોપવા અંગે વિસ્તૃત ચર્ચા થયેલ

તે ઉપરાંત આ વિસ્તારમાં જાહેર જીવનમાં જનસુવિધામાં સુધારો કરવા જરૂર જણાતા વિષયો પર ચર્ચા કરવામાં આવેલ તથા સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હોવાનું જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવવામાં આવે છે.

Comments
Loading...
WhatsApp chat