Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતી ઘરે પરત ફરી

 

મોરબીના સર્કીટ હાઉસ નજીક રહેતા વિપ્ર પરિવારની યુવતી ગુમ થઇ હોય જે બનાવ મામલે પોલીસને જાણ કરાઈ હતી જે યુવતી પોતાની મેળે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે

સર્કીટ હાઉસ પાસે રહેતા દિપેશભાઇ રાવલે પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેની દીકરી અંજલિ રાવલ (ઉ.વ.૧૮) વાળી ગત તા. ૦૯ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી છે જેથી પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી હતી જે યુવતી પોલીસ મથકમાં હાજર થઇ છે અને પોતાની મેળે જતી રહી હોય અને પરત ફરી હોવાનું જણાવ્યું હતું જેથી પરિવારને રાહત થવા પામી છે

Comments
Loading...
WhatsApp chat