



મોરબીમાં મોબાઈલ ફોનમાં હેન્ડસ ફ્રી લગાવી ગીત સાંભળવામાં મશગુલ બનેલો યુવાન રેલવે ટ્રેક નજીક પહોચી જતા અચાનક ટ્રેન આવવાથી ખબર રહી ન હોય અને બાજુમાંથી ટ્રેન પસાર થતા હવાની થાપટ લાગતા યુવાન સિમેન્ટની પારી સાથે અથડાતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા હાઈવે પર આવેલ પીપળીયા ફાટક નજીકથી સવારેના સુમારે રેલવે ટ્રેક નજીક ચાલીને જતો કાદરભાઈ હુસેનભાઇ નડે (ઉ.૨૫) રહે-જીંજુડા વાળાઓ પોતાના મોબાઈલમાં હેન્ડસ ફ્રી લગાવી ગીતો સંભાળતો ચાલ્યો જતો હોય દરમિયાન રેલ્વે ટ્રેક પરથી ટ્રેન પસાર થતા હવાની થાપટ ;લાગતા કાદર બાજુમાં રહેલ સિમેન્ટની પારી સાથે અથડાયો હતો જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના ધર્મેદ્રસિંહ વધુ તપાસ ચલાવી રહ્યા છે.



