


આજે લઘુમતી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને વિવિધ જીલ્લામાં આવેદન પાઠવીને સમાજના જુદા જુદા પ્રશ્નો અને વિકાસ માટે રજૂઆત કરવામાં આવશે જેમાં લઘુમતી સમાજના ઉત્થાન, રક્ષણ અને લઘુમતી સમાજના વિકાસ માટે અલગ અલગ મુદાઓની માંગણી સાથે મોરબી જીલ્લામાં પણ લઘુમતી સમાજ સોમવારે સવારે ૧૧ કલાકે જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે અને લઘુમતી સમાજના અધિકારોની માંગણી કરવામાં આવશે.