


ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અજાણ્યો મોટર સાયકલ ચાલક અપહરણ કરી લઇ હતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનાને કોઈ અજાણ્યો મોટર સાયકલ ચાલક લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી લઇ જવાની ફરિયાદ સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે.તો ટંકારા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.