નાની વાવડીના ભૂલકાઓએ પોકેટમની બચાવી ગણેશ મહોત્સવનું આયોજન કર્યું

વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની પૂજા અર્ચનના પર્વ એવા ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઇ ગયો છે અને ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે મોરબીના નાની વાવડી ગામે ભૂલકાઓ દ્વારા અનોખા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રાજ, આર્યન, ઋત્વિક, હિત અને ઉમંગ સહિતના માત્ર ૮ થી ૧૦ વર્ષની ઉમરના ભૂલકાઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી હતી અને હાલ ગામમાં ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે ત્યારે ભૂલકાઓના આ અભિગમને વડીલો પણ આવકારી રહ્યા છે અને ગણપતિ મહોત્સવ નિમિતે પૂજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે

Comments
Loading...
WhatsApp chat