વાંકાનેરના વાલાસણ નજીક ટાયર ફાટતા મીની ટ્રક પલટી ગયું….

વાંકાનેરના વાલાસણ નજીકથી પસાર થતું એક મીની ટ્રક અચાનક પલટી મારી ગયું હતું જોકે અકસ્માતમાં મીની ટ્રકના ચાલકનો બચાવ થયો હતો

વાંકાનેરના વાલાસણ અને પીપળીયા રાજ ગામની ના રસ્તે આવેલી કોટન જીન પાસેથી પસાર થતું જીજે ૦૩ એટી ૪૭૪૨ નંબરનું મીની ટ્રક પલટી મારી ગયું હતું અને રોડથી નીચે ઉતરી વાડીમાં જઈને પલટી ગયું હતું જોકે અકસ્માતમાં મીની ટ્રકના ચાલકનો બચાવ થયો હતો મીની ટ્રકમાં રાસાયણિક ખાતરનો જથ્થો ભરેલ હોવાનું જાણવા મળ્યું છે તો મીની ટ્રકનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડથી નીચે ઉતરી ગયા બાદ પલટી ગયું હોવાનું પણ આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat