


હળવદના ચુપણી ગામના સરપંચ ગણેશભાઈ વાલજીભાઈ કોળીએ હળવદ પોલીસ મથકમાં અગાઉ દેવેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ સબળસિંહ પરમાર વિરુદ્ધ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોધાવી હતી. જે અનુસંધાને ચુપણી ગામના રધુવીરસિંહ કાલુભા પરમાર (ઉ.૪૪)એ ફરિયાદ નોંધવી છે કે તેમના ભત્રીજા દેવેન્દ્રસીહ પરમારને આ કામના ફરીના પિતા ગણેશભાઈ સાથે ત્રણ દિવસ પહેલા ચુંટણીમાં મત બબાતે ઝધડો થયેલ હોય જે અંગે દેવેન્દ્રસિંહ પર ફરિયાદ કરેલ જે અનુસધાને ગઈકાલ સાંજના સમયે દેવેન્દ્રસિંહ તથા સાહેદ વિઠાભાઈ વજેકરણભાઈ ભરવાડ ટ્રેકટર લઈને જતા હતા ત્યારે મિલન ગણેશભાઈ કોળી અને ગોપાલ ગણેશભાઈ કોળી બંને હોન્ડા પર આવી મિલને તેના હાથમાની છરી થી દેવેન્દ્રસિંહ ને પડખામાં તથા વાસામાં ઈજા પહોચાડી અને ગોપાલ ગણેશભાઈ કોળીએ ધારિયા થી દેવેન્દ્રસિંહને માથામાં ગંભીર ઈજા તથા પગમાં ઈજા કરી મારી નાખવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાય છે.આ મામલે હળવદ પોલીસે હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.