હળવદ જૂથ અથડામણ : ૩૨ સામે ખૂનની કોશિશ, સામાપક્ષે રાયોટીંગની ફરિયાદ

સામાપક્ષે ૨૨ થી વધુ સામે રાયોટીંગનો ગુન્હો નોંધાવ્યો સામસામી ફરિયાદ બાદ પોલીસે તપાસ ચલાવી

 

હળવદમાં બજરંગદળના સંયોજક સહિતના પર ખૂની હુમલો કરવાના બનાવમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ખૂની હુમલો કરનાર ગેંગના ૩૨ શખ્શો સામે ખૂનની કોશિશનો ગુન્હો નોંધાયો છે જયારે સામાપક્ષની ફરિયાદને આધારે પોલીસે ૨૨ જેટલા શખ્શો સામે રાયોટીંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

 

હળવદના બઘડાટી પ્રકરણમાં લક્ષ્મીનારાયણ ચોકના રહેવાસી ધવલ નરેન્દ્રભાઈ શુક્લએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સદમ ભાણો રાજકોટવાળો, ઈમ્તિયાઝ યુનુસ, રજાક અકબર, અહેમદ કાસમભાઈ, તૌફીક ગુલામહુશેન, ઇલ્યાસ યાકુબ, યુનુસ બચુભાઈ, હબીબ બચુભાઈ, કલાભાઈ ગુલામહુશેન, જાકીર દાઉદભાઈ, ભનુભાઈ દાઉદભાઈ, હુશેનભાઈ અહેમદભાઈ, મહેબુબભાઈ રહીમભાઈ, ફયાઝ યાકુબભાઈ, ઈરફાન યુનુસ, સીમર રજાક, અલ્તાફ ગુલામહુશેન શકીલ સલીભાઈ, સલીમ અકબરભાઈ, અનુભાઈ બચુભાઈ, અશરફ રહીમભાઈ ભટી એમ ૨૨ તેમજ આશરે દસેક માણસોનું ટોળું રહે હળવદવાલા આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદી પર છુટા પથ્થરોના ઘા મારી સાહેદ ભાવેશભાઈ અને અલ્પેશભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે તલવાર, છરી અને પાઈપના ઘા મારી ભાવેશભાઈ અને અલ્પેશભાઈના શરીરે ગંભીર ઈજાઓ કર્યાની ફરિયાદ નોંધાવી છે

 

જયારે સામાપક્ષે ઈમ્તિયાઝભાઈ યુનુસભાઈ રાઠોડ રહે. જંગરીવાસ હળવદવાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ધવલ નરેન્દ્ર, ભાવેશ ચંદુભાઈ, અલ્પેશ ઉર્ફે કારો, કિરણ રજનીભાઈ, રાહુલ રજનીભાઈ, રાજુભાઈ નંદલાલ, જયેશ વાસુદેવ, જય પ્રદીપભાઈ, હેમાંગ કિશોરભાઈ, સાંતરનામજી , જેકી પ્રાણલાલ, દેવાભાઈ અને અજાણ્યા દશથી બાર લોકોના ટોળાએ ગુનાહિત કાવતરું રચી લાકડી ધોકા વડે ફરિયાદી અને સાહેદના મકાનો પર છુટા પથ્થરોના ઘા મારી ગાળો બોલી ફરિયાદીને ઈજા પહોંચાડી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat