હળવદ : ખનીજચોરી કરતા ૩ ડમ્પર સહીત ૪૫.૬૪ લાખનો મુદામાલ ઝડપ્યો

હળવદ પોલીસનો સપાટો, ખાણ ખનીજ ટીમની નિષ્ક્રિયતા

 

મોરબી જીલ્લો ખનીજ સંપદાથી સંપન્ન હોય જેનો ખનીજ માફિયાઓ ભરપુર લાભ ઉઠાવે છે તો ખનીજચોરી રોકવાની જવાબદારી જેના શિરે છે તે ખાણ ખનીજ તંત્ર ઊંઘતું રહે છે અને તાજેતરમાં હળવદ પોલીસે ખનીજચોરી કરતા ત્રણ ડમ્પર સહીત ૪૫ લાખથી વધુના મુદામાલ સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે

હળવદ પોલીસે ધનાળા ગામની ફાટક નજીકથી પસાર થતા ત્રણ ટ્રક ડમ્પર અટકાવી કાગળો રોયલ્ટી વગર જ ખનીજ પરિવહન કરી ખનીજ ચોરી કરવામાં આવતી હોય જેને પગલે ત્રણ ડમ્પર કીમત રૂ ૪૫ લાખ અને રેતી ટન ૧૨૯ કીમત ૬૪,૫૦૦ મળીને કુલ ૪૫,૬૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

તેમજ ડમ્પર ચાલક હિરેન ઘનશ્યામ કોળી રહે ટીંબડી તા. મોરબી, હરેશ મગન કોળી રહે ડુંગરપુર તા. હળવદ અને સાગર વેરશી કોળી રહે. જાંબુડિયા તા. મોરબી એ ત્રણની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat