હળવદ : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધી અંગે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જુઓ વિડીયો

 

હળવદ તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીના લોકાપર્ણ પ્રસંગે આજે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ સંસદસભ્ય, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીના લોકાપર્ણ બાદ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં લઠ્ઠાકાંડ મામલે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તે ઉપરાંત ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનો અમલ થાય છે અને જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું

                                                                                                                                      રાજ્યમાં દારૂબંધી અને ગૌરક્ષાનો અમલ યોગ્ય રીતે થતો હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે રાજના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા, જીલ્લા વિકાસ અધિકારી ખટાણા, એસપી જયપાલસિંહ રાઠોડ, મામલતદાર વી.કે.સોલંકી, ટીડીઓ એ.જી.દેસાઈ, કચ્છ જીલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, અજયભાઈ રાવલ, પાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, પૂર્વ પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ બળદેવ સોનગ્રા, તપન દવે, ભરત કણઝારીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા  

 

રાજ્યના ગૃહમંત્રીએ દારૂબંધી અંગે આપ્યું નિવેદન, વિડીયો……

 

Comments
Loading...
WhatsApp chat