હળવદ અનાજ કૌભાડમાં આખરે ફોજદારી ગુન્હો નોંધાયો, જાણો વિગતે

આવશ્યક ચીજવસ્તુ ધારા ૩,૭, મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ  

હળવદ પંથકમાં સરકારી અનાજના કોભાંડનો પર્દાફાશ થયો છે અને એસઓજી ટીમના દરોડા બાદ તંત્ર દોડી ગયું હતું જે ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે તો હવે જવાબદારો સામે ફોજદારી રાહે પગલા ભરવાના આદેશ બાદ આ અંગેની હિલચાલ જોવા મળી રહી છે.જે મામલે હળવદ મામલતદારે ફેક્ટરીના સંચાલક અને વાજબી દુકાનના પરવાનેદાર સહિત ત્રણ સામે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

હળવદના એલીગન્સ ફૂડ એન્ડ પ્રોસેસિંગ લી નામની પેઢીમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો અને સરકારી અનાજ કોભાંડના પર્દાફાશ બાદ મામલતદાર ટીમ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું જે બનાવને પગલે જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ પણ દોડી ગયા હતા ગોડાઉન સીલ કર્યા બાદ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવો આદેશ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો જીલ્લા પુરવઠા અધિકારીએ જીલ્લા પુરવઠા મામલતદાર નિગમ અધિકારી રીનાબેનને ફોજદારી રાહે પગલા ભરવા આદેશ કર્યો હતો.

નાયબ મામલતદાર પ્રિયંકાબા વિજયસિંહ ચાવડા ફરિયાદી બની એલીગન્સ ફૂડ પ્રા.લી. હળવદના મુખ્ય સંચાલક, ઉપેન્દ્રભાઈ ચીમનભાઈ ત્રિવેદી – કડિયાણા ગામના વાજબીભાવની દુકાનના પરવાનેદાર અને વિશાલ નરેન્દ્રભાઈ ત્રિવેદી- ઉપેન્દ્રભાઈનો ભત્રીજા સામે ફરિયાદ નોંધવી છે કે તમામ આરોપીએ સરકારી અનાજનો જથ્થો ઘઉં ૧૮૫ કાંટા-વજન આશરે ૯૨૫૦ કિલો કીમત રૂ. ૧૩૮૭૫૦, ચોખા ૩૫ કાંટા –વજન ૧૭૫૦ કિલો કીમત રૂ.૨૬૨૫૦ એમ કુલ મુદમાલ કીમત રૂ.૧૬૫૦૦૦ની સરકારી અનાજનો જથ્થો સરકારએ ગરીબોના કલ્યાણ માટે જ આપેલ હોવાનું જાણતા હોવા છતાં પોતાના આર્થિક ફાયદા માટે મળી બારોબાર વેચી આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ ૩,૭ મુજબ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat