Billboard ad 1150*250

હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપની અગત્યની બેઠક મળી

0 444

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે શહેર અને ગ્રામ્ય ભાજપની અગત્ય ની મુખ્ય કાર્યકર્તાઓની બેઠક મળી હતી. જેમાં હરિયાણા રાજ્યના કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી ની તમામ બાબત ના માહિતગાર ઓમપ્રકાશ ધનખડજી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક સિદ્ધિ વર્ણવી હતી અને આવનારી ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાય તે માટે કમર કસવા કાર્યકર્તાઓ ને આહવાન કર્યું હતું।આ ટકે હળવદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી જયંતીભાઈ કવાડિયા , સંસદ સભ્ય દેવજીભાઈ ફતેપરા, એસ.ટી નિગમ ડાયરેક્ટર બીપીનભાઈ દવે , ઘનશ્યામભાઈ ગોહિલ , વલ્લભભાઈ પટેલ, અજયભાઇ રાવલ , રજનીભાઇ સંઘાણી, રણછોડભાઈ દલવાડી , રણછોડભાઈ પટેલ સહિત આગેવાનો અને દરેક ગામ અને વિસ્તાર માંથી ભાજપ ના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સૌ કાર્યકર્તા એ જહેમત ઉઠાવી હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat