


કેરળમાં આવેલ ભયાનક પુરના પગલે ભારે તારાજી સર્જાઈ હતી અને લોકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે અસરગ્રસ્તોની મદદે ડિસ્ટ્રીક ન્યાયધીશ અને હળવદ બાર એસોસિએશન સહિતના સ્ટાફે અનોખી પહેલ કરી છે. આજે હળવદના ન્યાય મંદિર ખાતે મોરબી ડિસ્ટ્રીકટ સેસન્શ જજના અધ્યક્ષતામાં બાર એસોસિએશન દ્વારા પુર પીડિતોને બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપી હતી અને કેરળ પુરપીડિતો માટે રૂ.ર.પ૧ લાખનો ફાળો એકત્ર કરી યોગદાન આપ્યું હતું.
મોરબી ડિસ્ટ્રીકટ સેસન્સ જજ રીઝવાના ઘોઘારીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડીસ્ટ્રીંકટ સેસન્સ જજ સહિતના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ તકે કેરળમાં આવેલ જળ હોનારતના દિવંગતોને બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને હળવદ બાર એસોસિએશન અને બેંચ દ્વારા રૂ. ર.પ૧ લાખનો રાહત ફંડ એકત્ર કરી સેવાકાર્યોમાં અનુદાન આપ્યું હતું અને અન્ય લોકોને પણ કેરળ પુર પિડીતો માટે યથાશકિત પ્રમાણે યોગદાન આપવું જાઈએ તેવી અપીલ કરી હતી.